વડોદમાં લૂંટારૂઓએ ચપ્પુના ઘા ઝીંકી દેતા પરપ્રાંતિય કારીગરનું કરુણ મોત

0
11

મધરાત્રે મોબાઈલ ફોન લૂંટવા લૂંટારૂઓનું ઘાતકી કૃત્ય
સુરત, તા. ૦૭
પાંડેસરા વડોદ ગામ નજીક બિહારવાસીનું ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બુધવારની રાત્રે બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ઉમેશ રાય પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઉમેશને ૧૦૮માં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. નોકરી પરથી ઘરે જતા ઉમેશ પર હુમલો કરાયો મકાન માલિક મહેન્દ્રભાઈ યાદવ એ જણાવ્યું હતું કે ઉમેશ છેલ્લા ૫ વર્ષથી તેમના મકાનમાં ભાડુઆત તરીકે રહે છે. તેના પરિવારમાં પત્ની, બે સંતાન, માતા-પિતા, અને બે ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. ઉમેશ એમબ્રોડરીનો કારીગર અને મૂળ બિહારનો રહેવાસી હતો. બુધવારના રોજ માત્ર ૧૨ કલાકમાં જ વડોદ ગામમાં બાઇક સવાર ઈસમોએ ૩ જણા ને ચપ્પુ મારી લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.
હિરેન બારોટ તત્કાલ સેવા ૧૦૮ના કર્મચારીએ જણાવ્યું હતું કોલ મળ્યા બાદ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જતા એક યુવાન રોડ ઉપર લોહી નિકળતી હાલતમાં પડેલો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ ચપ્પુ મારી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ઉમેશ મહેન્દ્ર રાય ઉ.વ. ૨૬ રહે ઘનશ્યામ નગર વદોડગામ નો હોવાનું જાણવા મળ્યું હતું. જેમે તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ઉમેશને પેટના ભાગે ઘા મરાતા આંતરડા બહાર આવી ગયા હતા. મોબાઈલ ફોનની લૂંટ અંગે પરપ્રાંતિય યુવકની નિર્મમ હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હત્યા સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY