તા.૧૨મી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર
સુરત, તા.૭
જિલ્લા રોજગાર કચેરી, સુરત તથા મોડલ કેરિયર સેન્ટર, સુરત દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને જણાવવામાં આવે છે કે, ઓ.એન.જી.સી.(O.N.G.C.), મકરપુરા રોડ, વડોદરા દ્વારા જુદી જુદી કુલ ૭૩૭ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ માટેની વેબસાઈટ www.ongcindia.com છે. ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા તા.૩૧/૦૧ થી તા.૨૦/૦૨/૨૦૧૯ છે. જેથી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ઉપરોક્ત વેબસાઈટ પર અરજી કરવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી અને માર્ગદર્શન માટે મોડલ કેરિયર સેન્ટર, એ.વી.ટી.એસ. બિલ્ડીગ, આઈ.ટી.આઈ. કેમ્પસ, મજૂરાગેટ ખાતે આગામી તા.૧૨મી ફેબ્રુ. ના રોજ સેમિનાર યોજાશે. સેમિનારમાં રોજગારવાંચ્છુ ઉમેદવારો નિઃશુલ્ક ભાગ લઇને માર્ગદર્શન મેળવી શકશે એમ રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



