રિદ્ધિ-સિદ્ધિ મિલનો સ્લેબ તૂટી પડવાની દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ

0
8

દુર્ઘટનામાં બે મજૂરોના મોત થયા હતા
સુરત, તા. ૦૭
પાંડેસરા જઆઈડીસી ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ મિલમાં પાંચમાં માળનો સ્લેબ તૂટી પડતા બે મજૂરના થયેલા મૃત્યુની ઘટનામાં પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર વસંત બારીયા વિરૂદ્ધ ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ સૂત્રોના જમાવ્યા મુજબ પાંડેસરા જીઆઈડીસી રિદ્ધિ સિદ્ધિ મિલનું જૂનું જર્જરીત બાંધકામ તોડતી વખતે સલેબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જતા બે મજૂરના મોત નીપજ્યા હતા. કોન્ટ્રાક્ટર વસંત બારીયાએ સેફ્ટીના સાધનો વગર જર્જરીત દિવાલને અડી પાલખ બાંધ મજૂરો પાસે કામ કરાવી બેદરકારી દાખવી હતી.
પાંડેસરા પોલીસે મૃતકના ભત્રીજા વિજય નાથુભાઈ ગણાવાની ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY