દારૂ મળી રૂ.૩.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત, તા.૮
કોસંબાના તરસાડી ગામની સીમમાં પંડવઈ સુગર રોડ પર શિવ ચેમ્બર્સ એપાર્ટમેન્ટ સામે કુલ્લી જગ્યામાંથી સ્ટેટ મોનીટરિંગ સેલે દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગ સેલે બાતમીના આધારે કોસંબા તાલુકાના તરસાડી ગામની સીમમાં આવેલા પંડવાઈ સુગર રોડ પર શિવ ચેમ્બર્સ એપાર્ટમેન્ટની સામે ખુલ્લી જગ્યામાંથી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર નંબર જીજે-૫-સીઈ-૫૪૯૧ને ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી રૂ.૧,૩૮૦૦૦ની કિંમતનો ૨૧ પેટી વિદેશી દારૂ અને કાર મળી કુલ રા.૩.૮૮નો મુદ્દામાલ કબજે કરી કોસંબા પોલીસ મથકમાં બુટલેગર ગણેશ ઉર્ફે દેવો ભુરાભાઈ વસાવા રહે. લોધર ચાલ તરસાડી દાદરી તા.માંગોરળ સુરત વિરૂદ્ધ પ્રોહિબીશનની ફરિયાદ નોxધાવતા પીએસાઈ પી.એચ. નાયીએ વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




