કાશ્મીર અને ઉત્તર ભારતમાં હિમ વર્ષાથી દક્ષિણ ગુજરાત ફરી ઠંડીમાં ઠુઠવાયુ

0
12

૪ ડીગ્રી તાપમાન ઘટ્યુ, નવસારીમાં ૭, વલસાડમાં ૧૧ અને સુરતમાં ૧૩ ડીગ્રી ઠંડી
સુરત, તા.૮
કાશ્મીર અને ઉત્તરાખંડમાં ફરી હિમવર્ષા તેમજ દિલ્હીમાં વરસાદના પગલે રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ગતરોજની સરખામણીએ આજે દક્ષિણ ગુજરાતમાં સડસડાટ ૪ ડીગ્રી તાપમાન ઘટતા અને શીત લહેર છવાતા ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૩.૧ ડીગ્રી નોંધાયું છે. ગતરોજ અધિકતમ તાપમાન ૩૦ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૭.૬ ડીગ્રી નોંધાયું હતું. આમ એક જ દિવસમાં સડસડાટ ૪ ડીગ્રી અધિકતમ અને ન્યુનતમ તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૭.૧ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૦.૦ ડીગ્રી નોંધાયું હતું. આજે નવસારીમાં ઠુંઠવાઈ જવાય તેવી શીત લહેર છવાઈ હતી. દિવસ દરમ્યાન પણ ગરમ વસ્ત્રોની મદદ લેવાની ફરજ પડી હતી.
વલસાડમાં આજે ન્યુનતમ તાપમાન ૧૧.૬ ડીગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૪.૨ ડીગ્રી નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં શીત લહેર છવાઈ છે. આગામી બે ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી શક્યતા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY