૫ પૈસાએ પોતાના પ્લેટફોર્મ પર સ્મોલકેસ ટેક્નોલોજી રજૂ કરી

0
37

સુરત, તા.૮

ભારતના સૌથી વ્યાજબી ડિસ્કાઉંટ બ્રોકર, ૫ પૈસા.કોમે સ્મોલકેસ ટેક્નોલોજીસની સાથે પોતાની ભાગીદારી પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને ઓછા ખર્ચના રોકાણ ઉત્પાદન ઉપલબ્ધ કરાવવાનો છે. ૫પૈસા.કોમ મોબાઇલ સ્ટોક ટ્રેડિંગ એપની પાસે ૨૦ લાખથી વધુ ગ્રાહક છે, જે કોઇપણ ડિસ્કાઉંટ સ્ટોક ટ્રેડિંગ એપ માટે સર્વાધિક છે.
સ્મોલ કેસીસ સ્ટોક તથા એક્સચેંજ ટ્રેડ ફંડ્‌સ (ઇટીએફ)નું બાસ્કેટ છે, જે રોકાણકારોને શૂન્ય ખર્ચ ગુણોત્તરની સાથે પોર્ટફોલિયો એક્સપોઝર પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જો કે, સહજ સિક્યોરિટીઝ રોકાણકારોના ડિમેટ ખાતામાં રાખેલી હોય છે, આ માટે તેમને પોતાના રોકાણોમાં પૂર્ણ નિયંત્રણ તથા પારદર્શિતા મળે છે.
આ ભાગીદારી દ્વારા ૫પૈસાના ગ્રાહક થીમ્સ, વિચારો તથા કાર્યયોજનાઓ- જેવાં કે જીએસટી, સ્માર્ટ સિટીઝ, રોકાણની કાર્યયોજનાઓ, સેક્ટર ટ્રેકર્સ, સ્માર્ટ બીટા માડલ્સના આધાર પર સ્મોલકેસમાં રોકાણ કરી શકશે. ૫પૈસા રિસર્ચ ટીમના સ્ટોક્સના પોતાના સ્મોલકેસ પણ બનાવ્યા, જે વર્ષ ૨૦૧૯ના માટે તેમના સર્વોચ્ચ પિક છે અને તેમાં મજબૂત ફંડામેંટલ તથા અર્નિંગ મૂમેંટમ છે. લોન્ચ વિશે પ્રકાશ ગગદાની, સીઈઓ, ૫પૈસાએ જણાવ્યું, “સ્મોલકેસ અમારી શોધ પ્રસતુતિઓમાં નવી રજૂઆત છે. અમને ખુશી છે કે પહેલી વારના રોકાણકારો હવે પોતાના પોર્ટફોલિયોનું નિર્માણ કરવા માટે સ્મોલકેસનો ફાયદો લઇ શકે છે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY