કાર, મોપેડ સાથે બૂટલેગરની ધરપકડ
સુરત, તા. ૦૯
કિમ શિવશક્તિ રો હાઉસના એક મકાન પાસે પાર્ક કરેલી એક હોન્ડા એક્ટિવા કારમાંથી ૭૬૭૬ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જાકે, પ્રોહીબીશન એકટના ગુનામાં પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી હતી અને ત્રણ બુટલેગરોïને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના કિમ ખાતે શિવશક્તિ રો હાઉસમાં ધનંજય ઉર્ફે બંસીસિંહ રાજપૂત રહે છે. તેઓ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી-કરે છે. ગત દિવસોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્યના અધિકારીએ તેમના મકાન પાસે પાર્ક કરેલી એક હોન્ડા સિટી કાર (જીજે-૦૫-એમઆર-૧૫૭૪)માં તપાસ કરી બિયર અને દારૂની ૭૬૭૬ નંગ બોટલો કિંમત રૂ. ૪૪ હજાર તથા કાર અને એક્ટિવા વાહનો કબજે કર્યા હતા. પોલીસે આ ગુનામાં એક બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે મહારાષ્ટÿના ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગુનામાં પોલીસે દારૂનો જથ્થો, કાર તથા એક્ટિવા, મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૧૦.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




