કૈલાશનગર જૈન સંઘમાં વધુ ચાર મુમુક્ષુઓનું સંયમના માર્ગે પ્રસ્થાન

0
3

દીક્ષા દાનેસ્વરી ગુણરતïન સૂરીનો ૬૬મો દીક્ષા દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાયો
સુરત, તા.૯
શ્રી કૈલાશનગર જૈન સંઘમાં પેશુઆ (રાજ) નિવાસી લીલાવતીબેન હિંમતમલજી કોઠારી પરિવાર આયોજિત દીક્ષા મહોત્સવના ત્રીજા દિવસે, દીક્ષા દાનેશ્વરી આ.શ્રી ગુણરત્ન સૂરિ યશોરત્ન રશ્મિરત્ન, રવિરતન, સંયમરત્ન, મલયકીર્તિ, મુનીશરત્ન સૂરિ, પં.અપરામત આદિ ૩૦૦ થી અધિક શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશમાં ૪ મુમુક્ષુએ વીરસંન્યાસવાટિકામાં પ્રવેશ કરતા ચારે બાજુ આનંદનું વાતાવરણ છવાઈ ગયું પછી જેમાં યોદ્ધા યુદ્ધમાં વિજય મેળવવા માટે વિજય તિલક કરાવે તેમ ચાર મુમુક્ષુઓએ કર્મરાજાને હરાવવા વિજય મેળવવા વિજય તિલક કરાવ્યું. પછી પરમાત્માની પુષ્પો અને આભૂષણો વડે અંતિમ દ્રવ્ય પૂજા કરી પછી સંસાર સમુદ્રને પાર પામવા માટે પરમાત્મા સમક્ષ ગુરૂભગવંતોએ દીક્ષાની મંગલદિશા કરાવી પછી દેવ ગુરુ ચતુર્વિધ સંઘ સમક્ષ ઉત્સાહ ઉમંગ ઉલ્લાસથી જારશોરથી ત્રણ આદેશ માંગ્યા હતા.
મમ મુંડાવેદ-હૈ ગુરૂદેવા! મારા મન વચનનું કાયાનું મુંડન કરો. મને મનરહિત બનાવો.
મમ પવ્યાવેહ – હે ગુરૂદેવ! મને ગુરૂ ગૌતમ અને ચંદનબાલાનું રજાહરણ આપો.
મમ વેસં સમબેહ- હે ગુરૂદેવ! મને પ્રભુ મહાવીરના ગૌતમસ્વામી અને ચંદનલાલાનો બ્રાન્ડેડ વેષ આપો. આ ત્રણ આદેશ માંગ્યા પછી સિંહાસન પરથી ઉભા થઈ મુહૂર્ત સમય આવતા દીક્ષા દાનેસ્વરી આ. ગુણરત્ïન સૂરિએ ચારે મુમુક્ષુઓને ક્રમશઃ ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૧૪મું રજાહરણ અપ્યુ*. ત્યારે મુમુક્સુઓ મન મૂકીને નાચી ઉઠ્યા સાથે સાથે મંડપમાં રહેલા સેકડો લોકો હિલોલે ચડી નાંચી ઉઠ્યા અને નારા બોલ્યા. મારો ભાઈ દીક્ષા લે વાહ ભાઈ વાહ, મારી બેની દીક્ષા લે વાહ ભઈ વાહ, દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જયજયકાર સાથે સંગીતકારોએ યૌવન વયમાં સુખ છોડનારા મહાન અને સંયમ આજે મળયું ગીતની ધૂન મચાવી. પછી ચારે મુમુક્ષુઓએ ગુરૂ ગૌતમ અને ચંદનબાલાનો વેષ ધારણ કરી વીર સંન્યાસ વાટિકામાં પ્રવેશ કરતા હજારો લોકો નારા બોલ્યા. નૂતન દીક્ષિત અમર રહો ના નાદથી મંડપ ગૂંજી ઉઠ્યો પછી પાત્રાદિ ઉપકરણના ચઢાવા થયા. પછી લોચ થયો. પછી નૂતન દિક્ષિતના નામકરણની વિધિ થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY