કાન અને મોઢામાંથી લોહી નીકળતું હતું : મોબાઈલ ગુમ
સુરત, તા. ૧૨
આજે સવારે રીંગરોડ મહાવીર માર્કેટના ગેટ પાસેથી સિક્યુરિટી ગાર્ડ મૃત હાલતમાં મળી આવતા સલાબતપુરા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના કાન અને મોઢામાંથી લોહી નીકળતા અને મોબાઈર્લ ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા સેવા રહી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે રીંગરોડ મહાવીર માર્કેટ પાસે હનુમાન મંદિરની સામેથી સિક્યુરિટી ગાર્ડ મૃત હાલતમાંમળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા સલાબતપુરા ડી સ્ટાફના પીએસઆઈ કુશ્વાહ સ્થળ ઉપર જઇ લાશનું પંચનામું કર્યું હતું. મૃતક રામઉજાગર ચંદ્રપાલ તિવારી ઉ.વ. ૫૫ રહે. રાધાકૃષ્ણ સોસાયટી, આશીર્વાદ, ટાઉનશિપ પાસે ૧૨૦ ફૂટ રોડ બમરોલી ૫ સંતાનનો પિતા છે અને છેલ્લા ૭-૮ મહિનાથી સિક્યુરિટી એજન્સીમાં કામ કરે છે. છેલ્લા બે- ત્રણ દિવસથી સિક્યુરિટી એજન્સી દ્વારા રામઉજાગરને મહાવીર માર્કેટ પાસેની ડ્યુટી સોંપવામાં આવી હતી. રામઉજાગરના મોતનું સાચુ કારણ પોસ્ટ મોર્ટમ બાદ જાણવા મળશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રામઉજાગરના કાન અને મોઢામાંથી લોહી નીકળયું હોવાથી તેમજ મોબાઈલ ફોન ગુમ હોવાથી લૂંટના ઈરાદે તેની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



