બે યુવકો મહિલા પાસેથી રૂ. બે લાખની બંગડી પડાવી ગયા
સુરત, તા. ૧૨
સોનાની બંગડી સાફ કરવાના બહાને રૂપિયા બે લાખની કિંમતની બંગડી તફડાવી જનાર બે અજાણ્યા યુવકો વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ લીંમ્બાચીયા ફળિયુ આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મીનાબેન કનભાઈ મહેતા પાસે બે અજાણ્યા યુવકો આવ્યા હતા અને સોનાની ઘરેણા સાફ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી ફીરયાદી મીનાબેને પોતાની આઠ બંગડી (કિંમત રૂ. બે લાખ) સાફ કરવામાં આવી હતી. જે ફરિયાદીની નજર ચૂકવી બન્ને આરોપી સોનાની બંગડી લઈને ફરાર થઈ ગયા હતા.ક તારગામ પોલીસે ફરિયાદ નોંધી હતી. આમ સાફ કરી દેવાના બહાને સોનાની ૮ બંગડીઅો લઈ બે ગઠીયાઓ છૂ થઇ ગયા હોવાની ફરિયાદ કતારગામ પોલીસ દફતરે નોંધાવા પામી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



