સુરત, તા. ૧૨
નિવૃત્ત પીઆઈ એલ.ડી. સોસાના સંબંધીના ઘરે ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૧.૭૪ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિવૃત્ત પીઆઈ એલ.ડી. સોસાના સંબંધી વિનોદ રાંદેર સ્થિત ઉગત-ભેંસાણ રોડ પર ગ્લોબલ રેસિડેન્સીના ૧૩ નંબરના મકાનમાં રહે છે. વિનોદભાઈ ગઈ તારીખ ૮મીનારોજ બીમાર સંબંધીના ખબર અંતર પૂછવા મુંબઈ ગયા હતા. દરમિયાન બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના સંડાસ-બાથરૂમની વેન્ટીલેટરની લોખંડની જાળી તોડી પ્રવેશેલા તસ્કરો બેડરૂમમાં લાકડાના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૧,૭૪,૦૦૦ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે નિવૃત્ત પીઆઈ સોસાના પુત્ર ભરતભાઈએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




