માંડવીમાં સાસીરયાના ત્રાસના કારણે પરિણીતાની આપઘાતનો પ્રયાસ

0
13

પરિણીતાને ત્રાસ અંગે સાસરિયા સામે ગુનો દાખલ
સુરત, તા. ૧૨
માંડવી તાલુકાના મંદિર ફળિયામાં આવેલી ગાદાવાડી ખાતે સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ વિષપાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસારસુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા મંદિર ફળિયામાં ગોદાવાડી ખાતે રહેતી રંજનાબેન તે પંકજભાઈ રમણભાઈ પટેલની પત્ની (ઉ.વ. ૨૫)એ ગઈ તારીખ ૧૧મીના રોજ સવારે ઝેર ગટગટાવતા નજીકની પુશ્કર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મરનાર રંજનાબેનના પાંચ વર્ષ પહેલાં પંકજ પટેલ સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં હીર નામની ૪ વર્ષની પુત્રી છે. લગ્ïનના પાંચ વર્ષના ગાળામાં સાથે રહેતા સાસુ-સસરા, નાની નાની બાતોને લઈને રંજનાબેન સાથે તકરાર કરતા હતા. જેથી આખરે સાસુ-સસરાના ત્રાસથી કંટાળી તેણીએ આપઘાતનો પ્રયાસ હોવાનું પોલીસની પ્રથમિક તપાસમાં જણાવ્યું છે. હાલ તો આપઘાતના બનાવ અંગે માંડવી પોલીસે જાણવા જાગ નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસની વધુ તપાસ બારડોલી વિભાગીય પોલીસ અીધકારી સી.એમ. જાડેજા કરી રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY