સુરત, તા. ૧૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીતલેહરની અસર ઓછી થતા સપ્તાહ બાદ તાપમાનમાં વધારો નોંધાયો છે. પવનની દિશા બદલવાની સાથે તાપમાન વધતા ઠંડીના ચમકારાથી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શકયતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે અધિકત્તમ તાપમાનમાં ૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી નોંધાયુ઼ છે જે ગતરોજ ૭.૫ ડિગ્રી હતુ. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૯.૬ ડિગ્રી નોંધાયું હતું.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સડસડાટ ૪ ડિગ્રી તાપમાન વધી જતા ઠંડીના ચમકારાથી રાહત મળી છે. આજે સવારથી પવનની દિશા બદલવાની સાથે તાપમાનનો પારો ચડતા ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. આજે કાશ્મીરમાં ફરી હિમવર્ષા થતા આગામી એક-બે દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




