ભેસ્તાન આવાસમાં માર્જીનમાં બનેલી કેબીનો તોડી પડાઈ

0
18

સુરત, તા.૧૪
સાઉથ ઝોન ઉધનામાં સમાવિષ્ટ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૫૪ ભેસ્તાન ફાયનલ પ્લોટ નં.૧/એ સ્થિત એચ-૧૫ ભેસ્તાન આવાસને લાગુ ટી.પી. રસ્તાની ફુટપાથ પર તેમજ આવાસની ફરતે માર્જીનની જગ્યાઓમાં તથા આંતરિક રસ્તાઓ પર સ્થાનિકો દ્વારા પતરાની દુકાનો, પ્લાય તથા બાંબુની કેબીનો તેમજ લોખંડની એંગલોની કેબીનો બનાવી દબાણો કરવામાં આવેલ. સદર બાબતે અત્રેથી પોલીસ બંદોબસ્ત મેળવી ભેસ્તાન આવાસના આંતરિક રસ્તાઓ તથા માર્જીનમાં તેમજ લાગુ ટી.પી. રસ્તા પરથી આશરે ૨૦ થી ૨૫ નંગ જેટલી લોખંડની તથા પતરાની અને બાંબુની કેબીનોનું દબાણ દૂર કરી આશરે ૭૦૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY