સાળા પર પ્રાણઘાતક હુમલો કરાતા બનેવીની ફરિયાદ
સુરત, તા.૧૪
અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ઉધના હેગડેવાર વસાહત ખાતે રીક્ષા ચાલકના સાળા જોડે પ્રાણઘાતક હથિયારો સાથે ઝઘડો કરી ભયનું વાતાવરણ ઉભું કરી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉધના પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના હેગડેવાર વસાહત ખાતે વિશાલ ગણપત પવાર રહે છે. તેઅો રિક્ષા ચાલક છે. તેમના સાળા ગણેશનો અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ઉધના પટેલ નગર ખાતે રહેતા પ્રતિક ત્રિવેદી નેપાલી તથા સુનીલ નામના ત્રણ ઈસમોએ પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવી ગણેશ સાથે ઝઘડો કરી ભયનું વાતાવરણ ઊભું કરી ફરાર થઈ ગયા હતા. ગણેશના બનેવી વિશાલ પવારે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




