ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં મહારાણા પ્રતાપ શાળા પ્રથમ ક્રમે

0
9

વરાછા ઝોન કક્ષાનો રમત ગમત ઉત્સવ યોજાયો
સુરત, તા.૧૫
ન. પ્રા. શિ. સ. સુરત આયોજિત બાળ રમતોત્સવ-૨૦૧૯ અંતર્ગત વરાછા ઝોન કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં વોલીબોલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ટીમને કોચ શ્રી નિલેશભાઈ સંઘાણીએ માર્ગદર્શન આપ્યું હતું. ૧૦૦ મીટર દોડમાં ભાંભરિયા મનોજ રમેશભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સ્ટેન્ડિંગ જમ્પમાં પરમાર મિતુલ પરેશભાઈઅ અને લાંબી કૂદમાં નાકરાણી કૃતાર્થ વિપુલભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. બાલવાડી વિભાગમાં ફુગ્ગા ફોડમાં સખિયા ગ્રંથ સુભાષભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યોહતો. શિક્ષકોના વિભાગમાં ચક્ર ફેંકમાં ભાઈઓમાં શ્રી નિલેશભાઈ સંઘાણીએ અને બહેનોના વિભાગમાં શ્રીમતી નયના બહેને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. લંગડીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઊંચી કૂદમાં માવાણી નયને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
ઝોન કક્ષાએ આગવી સિદ્ધિ હાંસલ કરવા બદલ સૌ રમતવીરોને આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY