મુંબઈ,તા.૧૫
રણબીર કપૂર અને સંજય દત્તની મલ્ટીસ્ટારર ફિલ્મ શમશેરાનો ફર્સ્ટ લુક ગયા વર્ષે જ સામે આવી ગયો હતો. આ ફિલ્મને ૨૦૨૦માં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. જાકે આ સમગ્ર આયોજન પર પાણી ફરી વળ્યું છે અને એનું મોટું કારણ છે રણબીર અને સંજયની તારીખો મળવામાં સમસ્યા.
હાલમાં રણબીર પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં તેમજ સંજય દત્ત ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરની પાનીપતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સંજાગોમાં શમશેરાના શૂટિંગમાં સમસ્યા ઉભી થઈ શકે છે. આ ફિલ્મ માટે મેકર્સે લાખો રૂપિયાનો ખર્ચો કરીને ભવ્ય સેટ બનાવડાવ્યો હતો પણ એના પર હજી ૧૦ દિવસનું જ શૂટિંગ થયું છે.
રિપોર્ટ પ્રમાણે આ સેટ પર એક ગીતનું જ શૂટિંગ થયું છે. આ પછી પાંચ મહિનાથી કોઈ પ્રોડક્શન થયું નથી. હકીકતમાં સંજય અને રણબીરની તારીખો ન મળવાને કારણે શૂટિંગ અટવાઈ ગયું છે. આ ફિલ્મ માટે જે સેટ બનાવાયો છે એની રોજની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે અને હાલમાં આ પૈસાનો બગાડ થઈ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




