સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ‘ટેક્સ ભરવાના ફાયદા’ અંગે સેમિનાર

0
9

સુરત પ્રિ­ન્સીપલ કમિ. પ્રમોદકુમારનું માર્ગદર્શન
સુરત, તા.૧૫
સુરત ડાયમંડ એસોસિએશન અને ઈન્કમટેક્સ વિભાગ-સુરત દ્વારા ગતરોજ ગુરૂવારે સવારે ૧૧.૩૦ કલાકે જે.ડી. ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર ભવન, મીનીબઝાર ખાતે ટેક્ષ ભરવાના ફાયદા અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં પ્રમોદકુમારે હીરા ઉદ્યોગના અગ્રણીઅોને ટેક્ષ ભરવાના ફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી અને દેશ ચલાવવા માટે વધુમાં વધુ ટેક્ષ ભરવા અપીલ કરી હતી.
હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે પેનલ ડિસ્કïશન રાખવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં ઈન્કમ ટેક્ષના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેમણે પાર્ટીને રૂબરૂ મળવાનો આગ્રહ કર્યો હતો અને જે પણ પ્રશ્ન હોય તો તેનો સંતોષકારક હલ આવશે તેવી ખાત્રી આપી હતી.
આ સેમિનારમાં મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાજર રહ્ના હતા. માર્ગદર્શન માટે મીહિર ઠક્કર, જીગ્નેશ શાહ અને રમેશ વઘાસીયા એડવોકેટ ઉપસ્થિત રહ્ના હતા. આ સાથે સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખો, હીરા ઉદ્યોગના અગ્રણીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્ના હતા.
સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુભાઈ એન. ગુજરાતી, ઉપપ્રમુખ શાંતિભાઈ ધાનાણી, મંત્રી દામજીભાઈ માવાણી, સહમંત્રી બાબુભાઈ વીરડીયા, સહમંત્રી ગૌરવ સેઠી, ખજાનચી બાબુભાઈ છોડવડી, સહખજાનચી મોહનભાઈ વેકરીયા, કો.ઓર્ડિનેટર વિનુભાઈ ડાભી તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમનું સંચાલન દામજીભાઈ માવાણીએ કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY