સીતાપુર,તા.૯
સીતીપુરની એક પ્રાઈમરી સ્કૂલના બાળકોએ દલિત મહિલાના હાથે બનાવેલ ભોજનને જમવાની ના પાડી દીધી. આ ઘટના પલહારિયા ગામની છે, જ્યાં યાદવ અને બ્રાહ્મણ જાતીના લોકોની સંખ્યા વધારે છે. જેવા આ સમાચાર ફેલાયા કે મિડ ડે મીલમાં જમવાનું કોઈ દલિત મહિલા દ્વારા બનાવવામાં આવ્યું છે, તો સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના પરિવારજનો ભેગા થઈ ગયા અને તેમણે વિરોધ કર્યો. ૭૬ બાળકોમાંથી માત્ર ૬ બાળકોએ મિડ ડે મીલનું ભોજન ખાધુ, બાકી બધુ જમવાનું ફેકવું પડ્યું.
બતાવવામાં આવી રહ્યું છે કે, જમવાનું બનાવનાર મહિલા અરખ જાતીની છે. તેને મિડ ડે મીલ બનાવવા માટે અસ્થાઈ રીતે નિયુક્ત કરવામાં આવી છે. પહેલા યાદવ જાતીની એક મહિલા જમવાનું બનાવવાનું કામ કરતી હતી. સ્કૂલના પ્રિંસિપાલનું કહેવું છે કે, તેમણે તમામ વાલીઓને કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સાંભળવા જ તૈયાર ન થયું.
આ ઘટનાની નીંદા કરતા પૂર્વ આઈપીએસ અધિકારી અને સોશિયલ એક્ટિવિસ્ટ એસ આર દારાપુરે તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, ખાવાનું બનાવનાર મહિલાનો બહિસ્કાર કરવો તે યૂપી સરકારના આદેશનું ઉલ્લંઘન છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશમાં સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, સામાજિક રીતે પછાત જાતીના લોકોને મિડ ડે મીલ બનાવવા માટે રાખવામાં આવે, જેથી બાળકોના મગજમાંથી જાતી આધારિત ભેદભાવની માન્યતા ખતમ કરી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




