પુલવામામાં શહીદોના માનમાં સુરતની ટેક્સટાઈલ્સ માર્કેટો સ્વયંભૂ બંધ

0
8

શહેરના રાજમાર્ગની દુકાનના વેપારીઓ દ્વારા પણ બંધ પળાયો : ઠેર-ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો : પાક. વિરુદ્ધ જનતાનો આક્રોશ ફાટી નીકળતા પોલીસ એલર્ટ
સુરત, તા. ૧૬
કાપડ ઉદ્યોગ બંધ, હીરા ઉદ્યોગ બંધ, રાજમાર્ગ બંધ, શહેરના મોટા ભાગના લોકોએ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદોના માનમાં ધંધા- રોજગાર સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ઠેર ઠેર જગ્યાએ લોકોએ પાકિસ્તાન મુર્દ્દાબાદના નારા લગાવી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પૂતળાનું દહન કર્યું હતું. લોકરોષને ધ્યાનમાં રાખી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થતાં દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે. સુરત શહેરના લોકો પણ સરકાર હવે પાકિસ્તાનને પાઠ ભણાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. છેલ્લા દિવસથી શહેરભરમાં લોકો સ્વયંભુ દુકાનો બંધ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્ના છે. ગઈકાલે રાત્રે પણ ઠેર-ઠેર જગ્યાએ વિવિધ સંગઠનો દ્વારા શોકસભા યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે પણ ઠેર-ઠેર શ્રદ્ધાંજીલની કાર્યક્રમો યોજવામાં આવી રહ્નાં છે.
આતંકવાદી હુમલાના વિરોધમાં ફોસ્ટાની ગઇકાલે મળેલી બેઠકમાં આજે શનિવારે કાપડ બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે રિંગરોડ, સારોલી, સહિતની કાપડ માર્કેટની દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી. કતારગામ વિસ્તારમાં પારસ ચોકી રોડ ઉપર કેટલાંક લોકો ‘વંદે માતરમ’ના નારા સાથે દુકાનો બંધ કરાવવા નીકળી પડયા હતા. હીરા ઉદ્યોગે પણ આજે સ્વયંભૂ બંધ પાણી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગઈકાલે ચોકબજાર જનતા માર્કેટના મુસ્લિમ બિરાદરોએ સ્વયંભૂ બંધ પાળ્યા બાદ આજે રાજમાર્ગ ઉપરની તમામ દુકનદારોએ સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. આમ સુરત શહેરની લગભગ તમામ વિસ્તારમાં લોકોએ ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યાં હતાં.
૪૦ જવાનો શહીદ થતા સુરતના લોકોમાં ભોર રોષ જાવા મળે છે. ગઈકાલે રાત્રે આ રોષ શહેરની તમામ વિસતારોમાં જાવા મળ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર સતીષ શર્માએ સંવેદનશીલ વિસ્તારો સહિતના વિસ્તારોમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY