બળાત્કાર ગુજારનાર યુવકે યુવતીના પેટ પર લાત મારી
સુરત, તા. ૧૬
લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભ રહી જતા બાળક મારી નાખવાની ધમકી આપી નાળી-નદીમાં ભૂસ્કો મારી મરી જા તેમ કહી યુવતીને તાપી બ્રિજ પાસે છોડી જનાર વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બડેખા ચકલા સુફીજા ચાલમાં રહેતો હર્ષદ મનુભાઈ રાઠોડ લગ્નની લાલચ આપી ફરિયાદી યુવતીને પોતાના ઘરે પત્નીની જેમ રાખ અવાર નવાર શરીર સંબંધ બાંધતા સાત માસનો ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ આરોપીએ છેલ્લા એક માસથી ફરિયાદી અને તેણીની માતાને માનસિક ત્રાસ ગુજારી પેટમાં બાળક છે, તેને મારી નાખી તેમ કહી ફરિયાદીને તાપી નદીના બ્રિજ ઉપર લઈ જઈ છોડીને ચાલ્યો ગયો હતો. આ બાબતે ફરિયાદી અઠવા પોલીસ મથકે ફરિયાદ નો઼ધાવવાના જતા આરોપીએ સમાધાન કર્યા બાદ ગત તા. ૧૨મીએ આરોપીએ ફરિયાદીને દવાખાને લઈ જવાને બહાને પેટમાં લાત મારી હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી. અઠવા પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




