આત્માનંદ સરસ્વતી ઈન્સ્ટીટ્યુટમાં સેમિનાર યોજાયો
સુરત, તા.૧૬
તા. ૧૫.૦૨.૨૦૧૯ ના રોજ ૬૧મા નેશનલ પ્રોડક્ટીવીટી વીક ના ચોથા દિવસે સાઉથ ગુજરાત પ્રોડક્ટીવીટી કાઉન્સીલ દ્વારા વરાછા રોડ પર આવેલી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇંસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે કોલેજના ઈલેક્ટ્રીકલ એન્જિનિરીંગ વિભાગ (SSASIT) ના સંયુક્ત ઉપક્રમે “ઈ-વેહિકલ- ટેસ્લા અને મહિન્દ્રા” વિષય ઉપર એક સેમીનાર નું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ત્નમ્ય્ ના હેડ કોર્પોરેટ મેનેજર શ્રી વિજય દેસાઈ, અર્બન કોમ્યુનિટી ડીપાર્ટમેન્ટ ના પ્રોજેકટ મેનેજર શ્રી આર. સી. પટેલ, શ્રી જયેશભાઈ દવે, મહિન્દ્રા ના પ્રશિક્ષક અસ્મિ પટેલ, SSASIT કોલેજ પ્રિન્સિપાલ શ્રી કે.એન. મિસ્ત્રી, શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા ના ટ્રષ્ટિ શ્રી ડા. બંકીમ ઠાકર, શ્રી કે. ડી. વાઘાણી તથા શ્રી હેમંત ટોપીવાળા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત માં પુલવામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ૪૨ શહીદ વીર જવાનો ને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમ માં ૨૫૦ થી વધુ એન્જિનિરીંગ ના વિધાર્થીઓને “ટકી રહેવા માટે અર્થતંત્ર ના પરિભ્રમણ” (Circular Economy fro sustainability) ના સંદર્ભમાં ઈ-વેહિકલ શું મહત્વ ધરાવે છે તે અંગે SGPC ના કંસલટન્ટ શ્રી જયેશભાઈ દવે તથા મહિન્દ્રા ના પ્રશિક્ષક અસ્મિ પટેલ દ્વારા સમજ આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



