મિલ્કતદાર પાસેથી રૂ.૫૦ હજારનો ચાર્જ વસૂલાયો
સુરત, તા.૧૬
સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.૧૧ નાણાવટમાં નાણાવટ મેઈન રોડ ઉપર આવેલ નોંધ નં.૧૨૭૨, ૧૨૭૩માં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા હસ્તક રહેણાંક હેતુસર મંજૂર કરાયેલ બેઝમેન્ટ ભોંયતળીયા પાંચ માળના પ્લાનો વિરૂદ્ધ ભોંયતળીયે પાર્કિંગના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ હતું. સદર ગેરકાયદેસર દુકાનોનું શટર, ચણતર, પ્લાસ્ટર વગેરેનું બાંધકામ ગતરોજ દુર કરી કુલ ૯૫૦ ચો.ફુટ વિસ્તાર પાકિ*ગ માટે ખુલ્લો કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે સદર મિલકતમાં સુરત મહાનગરપાલિકા હસ્તક મંજુર કરાયેલ પ્લાનો વિરૂદ્ધ દુકાનોનું કોમર્શિયલ હેતુસરનું ગેરકાયદેસïર બાંધકામનું તા.૨૬-૯-૨૦૧૮ તથા તા.૧-૧૨-૨૦૧૮ના રોજ ડીમોલીશન કરવામાં આવેલ. પરંતુ ત્યારબાદ મિલ્કતદારો દ્વારા ફરી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતાં, ગતïરોજ ફરી ડીમોલીશન કરવામાં આવેલ. સદર મિલ્કતમાં ડીમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





