નેત્રંગના પઠાર ગામમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

0
97

નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ પઠાર ગામમાં વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રષ્ટ અને બ્રહ્મકુમારીના સંયુકત ઉપક્રમે ત્રિલોકી હોસ્પિટલ ધ્વારા સવઁરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથ,પગનો દુઃખાવો,તાવ,ખાંસી,શદીઁ, વાયરલ ફીવરના કારણે વધતા રોગો સહિત તમામ પ્રકારની શારીરીક બિમારીઓનું યોગ્ય પધ્ધતિએ સારવાર અને જરૂરી માગઁદશઁન પીડીત તબીબો ધ્વારા દદીઁઓને આપવામાં આવ્યુ હતું, જ્યારે વનવાસી વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ આદીવાસી લોકો માટે આજના મોંઘવારીના સમયમાં પોતાના આરોગ્યની તપાસણીની ખાનગી દવાખાણામાં કરાવવી ગજા બહારની સ્થિતિ હોય છે, જેથી સવઁરોગ નિદાન આવા ગરીબ આદીવાસી સમાજના દદીઁઓ માટે આશીવૉદરૂપ માનવામાં આવી રહ્યો છે,જ્યારે પીડીત દદીઁઓ પણ વિના મુલ્યે આરોગ્યની તપાસણી થતાં ખુશખુશાલ થઇ જવા પામ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY