એક દેશ એક ચૂંટણી: ચૂંટણીઓ માટે ચૂંટણીપંચે વધારાની ખર્ચની યાદી તૈયાર કરી

0
60

ન્યુ દિલ્હી,તા.૧૧
‘એક દેશ એક ચૂંટણી’ અંગે સરકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ચૂંટણી પંચે વર્ષ ૨૦૩૪ સુધીમાં યોજાનારી આગામી ચાર ચૂંટણીઓ માટે વધારાની ખર્ચની યાદી તૈયાર કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવનો અમલ કરવા માટે વધારાના ભંડોળની જરુર પડશે.ચૂંટણી પંચે વિધિ આયોગ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ઉપરોક્ત માહિતી આપી હતી. ચૂંટણી પંચે સંસદ અને રાજ્યોની વિધાનસભાના કાર્યકાળમાં એકરુપતા લાવવા બંધારણમાં સુધારાની જરુરિયાત પર ભાર મૂક્યો છે. અને આમ કરવા પાછળ ખર્ચ થનારા નાણાંકીય પરિણામ અંગે પણ માહિતી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, એકસાથે ચૂંટણી યોજવા માટે દરેક મતદાન મથકમાં ઈફસ્ના બે સેટ રાખવા પડશે.
ચૂંટણી પંચ અનુસાર ગત અનુભવ પ્રમાણે પ્રથમ તબક્કાના ચેકિંગથી લઈને તૈયારી, પ્રશિક્ષણ, જાગરુકતા અને મતદાન માટે રિઝર્વ દિવસ તેમજ ખરાબ મશીનોના રિપ્લેસમેન્ટ માટે ૭૧ ટકા મતદાન એકમો, ૨૫ ટકા કન્ટ્રોલ યુનિટ અને ૩૫ ટકા VVPAT ની જરુર પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY