પાઈપલાઈન લીકેજ થતાં ખેતરમાં પાણી ધૂસ્યા, ખેડૂતોને લાખોનું નુકસાન

0
8

મોરબી,તા.૨૯
મોરબીના હળવદના વેગડવાવ ગામમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા મોલને નુકસાન થયું છે. ૧૫ વીઘાના ઘઊંના પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોમાં પણ ભારે રોષ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૬ ડિસેમ્બરના રોજ કેનાલનો વાલ્વ લીકેજ થયો હતો.
ત્યારબાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ના ધરાતા સ્થાનિકોમાં પણ ભારે રોષ સામે આવ્યો છે. ઊભા પાકમાં નુકસાન થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકો માટે છેવાડા સુધી પાણી પહોંચાડવા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલની સાથે જ પેટા કેનાલોનું પણ નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. તો સાથોસાથ આ કેનાલનો જાડતી પાઈપલાઈનો નાંખવામાં આવેલ છે.
જેથી છેવાડાના ખેડૂતોના પાક માટે પિયતનું પાણી પહોંચાડી શકાય. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા તાજેતરમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા મોલને નુકસાન થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY