મુખ્યમંત્રીશ્રી ની ઉપસ્થિાતિમાં સુરેન્દ્રનગર ખાતે ગૌરવભેર રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે

0
15

અનેક ગામોમાં લોકાર્પણ અને ખાતમુર્હતના કામો હાથ ધરાશે પ્રભારી સચિવ શ્રીમતી અનુરાધા મલ્લહ તથા મુખ્યમંત્રશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જિલ્લાીના કાર્યક્રમોને આપેલ આખરી ઓપ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે ૧૫ મી ઓગસ્ટિના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી થશે. આ ઉજવણી દરમ્યાયન જિલ્લાના અનેક ગામોમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુર્હતના અસંખ્ય વિકાસ કામો હાથ ધરાશે અને પ્રજાની સુવિધામાં વધારો થશે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગૌરવભેર થાય અને પ્રજાજનો ઉત્સાહભેર આ પર્વમાં જોડાય તે હેતુથી જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી અનુરાધા મલ્લજ તેમજ મુખ્યેમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આજે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ સહિત જિલ્લા ના વરિષ્ઠ્ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને લોકકલ્યા્ણના કામોના કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો હતો.
પ્રભારી સચિવ શ્રીમતી અનુરાધા મલ્લેલ જણાવ્યુંા હતું કે, આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લોકોના વિકાસ કામોના પર્વની ઉજવણી થાય તે રીતે ૬ દિવસ અગાઉથી વિવિધ કાર્યક્રમો યોજાશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે કાર્યક્રમો અંગે માર્ગદર્શન પુરૂ પડતા જણાવ્યું હતું કે, સ્વા્તંત્ર્ય પર્વના દિવસની ઉજવણીમાં ગ્રામજનો પણ જોડાય તે માટે ગ્રામ્યહ કક્ષાએ પણ વિકાસ કાર્યો અને ખાતમુર્હત તથા લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. ગ્રામજનોમાં પણ આ પર્વનો આનંદ અને ઉત્સાાહ જળવાઈ રહે તે માટેનું આ પર્વ બની રહે તે ઈચ્છજનીય છે.
કલેકટરશ્રી કે. રાજેશે આ બેઠકમાં જણાવ્યુંન હતું કે, આ પર્વની ઉજવણી દરમ્યાણન યુવા સંમેલન, મહિલા સંમેલન, મા વાત્સંલ્યહ કાર્ડનું વિતરણ, સાયકલ રેલી, પ્રભાતફેરી, સાંસ્કૃ તિક કાર્યક્રમો, દેશ ભકિતના ગીતોની સ્પાર્ધા વગેરેનું આયોજન થશે.
આ બેઠકમાં જિલ્લામ વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, સંસદસભ્યિ શ્રી દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રંનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિપિનભાઈ ટોલીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રીમતી વર્ષાબેન દોશી સહિત જિલ્લા ના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY