ગાજીપુરમાં વડાપ્રધાને મહારાજા સુહેલદેવની ટપાલ ટિકિટ બહાર પાડી,મેડિકલ કાલેજની આધારશિલા મૂકી
ચોકીદારના કારણે કેટલાક ચોરોની ઊંઘ ઊડી ગઇ છે,કોંગ્રેસના જૂઠાણાં અને અપ્રમાણિકતાથી સતર્ક રહો,ખેડૂતોને ખોટા વાયદા કરનારાઓએ કર્ણાટકમાં પાછલા દરવાજેથી સરકાર બનાવી
ગાજીપુર,તા.૨૯
વડાપ્રધાન મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં મેડિકલ કોલેજની આધારશિલા રાખી. તેઓએ મહારાજા સુહેલદેવની ટપાલ ટિકિટ પણ બહાર પાડી. આ દરમિયાન મોદીએ કોંગ્રેસ સરકારના દેવાં માફી વાયદાઓ પર નિશાન સાધ્યું. મોદીએ કહ્યું ખેડૂતોને દેવાં માફી અને ખોટાં વાયદાઓ કરીને કર્ણાટકમાં પાછલા દરવાજે સરકાર બનાવવામાં આવી પરંતુ સરકાર આવ્યા બાદ માત્ર ૮૦૦ ખેડૂતોને દેવાં માફીનો ફાયદો મળ્યો. બાકીને ખેડૂતોની પાછળ દેવાંની વસૂલાત માટે પોલીસ લગાવવામાં આવી છે.
ચોકીદારને કારણે ચોરોની ઊંઘ હરામ થઈ ગઈ છે, તમે મારા પર વિશ્વાસ બનાવી રાખો. તમારો વિશ્વાસ જ એક દિવસ એવો આવશે કે આ ચોરોને તેમની યોગ્ય જગ્યા સુધી લઈ જશે
મોદીએ કહ્યું- લોલીપોપ પકડાવનારાઓએ દેશભરના ખેડૂતોને દેવાં માફીનો વાયદો આપ્યો હતો. ૧૦ વર્ષ પહેલાં ૨૦૦૯માં શું તમારું દેવું માફ થયું હતું? પરંતુ તેમને જરૂર ફાયદો થયો. સરકાર બની અને પછી તમને ભૂલી ગયા. એવા લોકો પર વિશ્વાસ કરશો શું, લોલીપોપ કંપની પર વિશ્વાસ મૂકશો શું, ખોટું બોલનારાઓ પર વિશ્વાસ રાખશો શું?
વડાપ્રધાને કહ્યું- ખેડૂતો પર ૬ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું અને કેટલાં લોકોના દેવાં માફ કરવામાં આવ્યાં તે ખ્યાલ છે? ૮ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેના દેવાં માફ કરવામાં આવ્યા, તેમાં પણ લાખોને સર્ટિફિકેટ નથી આપવામાં આવ્યાં. વ્યાજ ચડતું ગયું અને ખેડૂતને દેવું વ્યાજ સહિત પરત કરવું પડ્યું. આ ખેડૂતો બીજી વખત લોન લેવા માટે યોગ્ય જ ન રહ્યાં. આ પ્રકારના દેવાં માફીનો લાભ કોને થયો? ખેડૂતોને તો કોઈ ફાયદો ન થયો. મારો આગ્રહ છે કે કોંગ્રેસના જૂઠાણાં અને અપ્રમાણિક લોકોથી સતર્ક રહો.
પીએમ મોદીએ મેડિકલ કોલેજનું ખાતમુહ્રત કર્યુ હતુ અને જણાવ્યું કે, આ કોલેજથી અહીંના લોકોને આધૂનિક તબીબી સુવિધા મળશે. આ સાથે જ અહી નવા તેજસ્વી ડોક્ટરો પણ તૈયાર થશે. લગભગ ૨૫૦ કરોડના ખર્ચથી આ મેડિકલ કોલેજ તૈયાર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




