સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ નું 25 મુ મહા અધિવેશન 13.14.એપ્રિલ 2019 ના રોજ સોમનાથ મહાદેવ ના સાંનિધ્ય માં આયોજિત થયું છે..જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ ના ભુદેવ કલાકારો નું સન્માન થવાનું છે…આ સન્માન માં લીંબડી નો યુવા કલાકાર ભાર્ગવ કેતનભાઈ વ્યાસ પણ સન્માનિત થવાનો છે..ભાર્ગવ વ્યાસ તબલા વિશારદ છે..ગાયન..અભિનય..સંગીતકાર ના ક્ષેત્રે ઉમદા આવડત ધરાવે છે..ભૂતકાળ માં આ ક્ષેત્રો માં તુર્કી..સાયપ્રસ.. કેન્યા…સાઉથ આફ્રિકા વગેરે દેશો માં પણ પોતાની કલા ના કામણ પાથર્યા છે…..
આ સન્માન થી સુરેન્દ્રનગર સમસ્ત બ્રહ્મ સમાજ ખુબજ ગર્વ અને ગૌરવ ની લાગણી અનુભવે છે…જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવે અને સમગ્ર ટીમ તેમજ લીંબડી સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઈ દવે અને સાથી હોદ્દેદારો તેમજ યુવાપાંખ ના પ્રમુખશ્રી જતીન ત્રિવેદી અને મિત્રો ભાર્ગવ વ્યાસ ને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે..
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





