સુરેન્દ્ર નગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યા્ને લઇ કાયદો અને વ્યેવસ્થારની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચંદ્રકાંત પંડયાએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૧/૫/૨૦૧૮ સુધી નગરપાલિકા વિસ્તા રમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તાારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેકટ અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારિરીક ઇજા પહોંચાડી શકે તેવા બીજા કોઇપણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી તથા તૈયાર કરવા નહી કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, સુરૂચિનો ભંગ થાય અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવી ચેષ્ઠા કરવી નહીં, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી અથવા તેનો ફેલાવો કરવો નહીં, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવામાં નહી અશ્લીલ ગીતો ગાવા નહી અથવા ટોળામાં ફરવું નહીં, તેમજ કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવી નહીં.
આ પ્રતિબંધ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉપરી અધિકારીએ આવું કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેવી વ્યકિતને તથા જિલ્લા પોલીસ અધિક્ષક, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેુટએ અથવા તેઓએ કે જેને શારિરીક અશકિતના કારણે લાકડી, લાઠી, લઇ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી.
જો કોઇ પણ આ જાહેરનામાનો ભંગ કરશે કે ભંગ કરવામાં મદદગારી કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





