સુરેન્દ્રનગરમાંથી પુરવઠા વિભાગે ડુપ્લિકેટ ડિઝલનો જથ્થો ઝડપ્યો

0
15

સુરેન્દ્રનગર,તા.૨૫
સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામમાં ઘણા સમયથી ડુપ્લીકેટ ડિઝલનું વેચાણ થતું હોવાની માહિતી કલેક્ટર અને પુરવઠા વિભાગને થઈ હતી. અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ડુપ્લીકેટ તેલનો મોટો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે દુધરેજ ગામમાં ગેરકાયદે ડિઝલનો પંપ ઉભો કરી ડુપ્લીકેટ ડિઝલનું વેચાણ થતું હતું. જેની પુરવઠા વિભાગ અને કલેક્ટરને બાતમી મળી હતી. તેના અનુસંધાને આજરોજ પુરવઠા વિભાગ અને કલેક્ટર દ્વારા દુધરેજ ગામમાં ગેરકાયદે ડિઝલના વેચાણના સ્થળે દરોડો કરાયો હતો.
આ દરોડા દરમિયાન રૂપિયા ૪૦ હજારથી વધુનું ડુપ્લીકેટ ડિઝલનો જથ્થો પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો હતો. હાલ તો પુરવઠા વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દુધરેજ ગામમાં વેચાતું બનાવટી ડિઝલ બજારભાવ કરતાં સસ્તા ભાવે મળતું હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે. આ ડુપ્લીકેટ ડિઝલ લોકો માટે જાખમકારક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો જાવાનું એ રહ્યું કે આટલો મોટો જથ્થો કિયાથી આવ્યો અને કોની રહેમ દ્રષ્ટિએ આ ડુપ્લીકેટ ડિઝલનું વેચાણ થતું હતું તે દિશામાં આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY