ભારતીય સેનાએ રજૂ કર્યો સર્જિકલ સ્ટ્રાઇકનો નવો વીડિયો

0
154

૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી
ન્યુ દિલ્હી,તા.૨૭
જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ વધ્યાં બાદ પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વિરૂદ્ધ ભારતીય સેનાએ સપ્ટેમ્બર, ૨૦૧૬માં સરહદ પાર કરીને તેમના અનેક ઠેકાણાંઓને નષ્ટ કર્યા હતા. આ ઓપરેશનને સર્જિકલ સ્ટ્રાઈક કહેવામાં આવ્યું હતું. ત્યારે સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વરસીના બે દિવસ પહેલાં વધુ બે વીડિયો સામે આવ્યાં છે. આ વીડિયો રક્ષા મંત્રાલયે જાહેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના શોર્યની ગાથાનું સમગ્ર વિવરણ છે.
ઉરી હુમલા બાદ ભારતના જાંબાઝ જવાનો પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કર્યું હતુ. સેનાએ પાકિસ્તાનના લિપામાં આતંકી કેમ્પ અને ભિંબર ગલી સ્થિત કેમ્પને ધ્વસ્ત કરી દીધાં હતા. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન આતંકીઓએ અનેક લોન્ચપેડ પણ નષ્ટ કર્યાં હતા. આ હુમલામાં ૪૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. ગત દિવસોમાં ઓપરેશનની આગેવાની કરનાર લેફટનન્ટ જનરલ આરઆર નિમ્ભોરકરે ઓપરેશન સાથે જોડાયેલો એક કિસ્સો કહ્યો હતો.
નિમ્ભોરકરે પુણેમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમને પૂરી આશંકા હતી કે જ્યારે અમે કાર્યવાહી માટે POKના ગામોમાંથી નીકળીશું તો ત્યાં કુતરાઓ ભસશે. એવામાં આતંકી અને પાકિસ્તાનની સેના સર્તક થઈ શકે છે. તેનાથી બચવા માટે અમે ચિત્તાના યૂરિનનો ઉપયોગ કર્ય હતો. જેનું કારણ છે કે તેઓ ચિત્તાથી ડરે છે. યૂરિનની ગંધથી તેઓ દૂર રહેશે. અમારી યોજના સફળ રહી હતી.
પાકિસ્તાન સતત પાક અધિકૃત કશ્મીરમાં થયેલી સર્જીકલ સ્ટ્રાઇકથી ઇન્કાર કરતું રહે છે. જો કે વીડિયોથી ભારતનાં દાવાઓ સાબિત થઇ જાય છે. સર્જીકલ સ્ટ્રાઇક દરમ્યાન ઘણાં બધાં લોન્ચપેડને તબાહ કરી દેવાયા હતાં અને ડઝનો જેટલાં આતંકીઓને પણ ઠાર કરી દેવાયાં હતાં કે જે ભારતની અંદર ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ સ્ટ્રાઇકને સેનાએ કરાયેલા હુમલા બાદ અંજામ આપાયો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY