તમામ મંદિર,મસ્જિદ,ચર્ચનું અધિગ્રહણ કરી શકાય,દરેક ધર્મનું સન્માન થવુ જોઈએ
ન્યુ દિલ્હી,તા.૨૭
અયોધ્યા રામજન્મભૂમી અને બાબરી મસ્જિદ સાથે સંકળાયેલા એક મહત્વના મામલાનો આજે સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ મામલો ૧૯૯૪નો છે. જેમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ઈસ્માઈલ ફારુકી નામની વ્યક્તિ દ્વારા થયેલી પિટિશનના ચુકાદામાં કહ્યું હતુ કે મસ્જિદમાં જ નમાઝ પઢવુ એ ઈસ્લામમાં અનિવાર્ય નથી.
જોકે મુસ્લિમ પક્ષકારોએ આ નિર્ણય પર ફરી વિચારણા કરવાની અને આ માટે આ કેસને સાત જજોની બેન્ચને મોકલવા માટે સુપ્રીમ કોર્ટમાં ફરી પિટિશન કરી હતી. જોકે સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બનેલી બેન્ચે આ મામલામાં ચુકાદો આપીને કહ્યું છે કે ૧૯૯૪માં અપાયેલા જજમેન્ટને હાયર બેન્ચ પાસે મોકલવાની જરુર નથી.
આ મામલામાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીસ ભુષણે ચુકાદો આપતા કહ્યું હતુ કે આપણે એ સંદર્ભ જોવા પડશે જેમાં ૧૯૯૪માં પાંચ સદસ્યોની બેન્ચે ચુકાદો આપીને કહ્યું હતુ કે મસ્જિદમાં નમાઝ પઢવુ ઈસ્લામનુ અનિવાર્ય અંગ નથી. આ ચુકાદો જમીન અધિગ્રહણના સંદર્ભમાં હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે હવે જમીન વિવાદ પરની સુનાવણીનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટ હવે ૨૯ ઓક્ટોબરથી અયોધ્યા મામલાની સુનાવણી કરશે.
બંને જજોએ કહ્યું હતુ કે અયોધ્યા જમીન વિવાદને હાયર બેન્ચને મોકલવામાં નહી આવે. જસ્ટીસ ભૂષણે કહ્યું હતુ કે તમામ મંદિર, મસ્જિદ, ચર્ચનુ અધિગ્રહણ કરી શકાય છે. મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામમાં અનિવાર્ય છે કે નહી તે અંગે ચુકાદો અપાઈ ગયો છે. સવાલ એ હતો કે મસ્જિદનુ અધિગ્રહણ થઈ શકે કે નહી.
સમગ્ર મામલો ત્યારે ઉઠ્યો હતો જ્યારે ૫ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ અયોધ્યા મામલાની સુનાવણી શરુ થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે જમીન વિવાદ સાથે આ મામલો સંકળાયેલો છે. જોકે એ દરમિયાન મુસ્લીમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવને કહ્યું હતુ કે મુસ્લીમોને નમાઝ પઢવાનો અધિકાર છે અને આ અધિકારથી તેમને વંચિત રાખી શકાય નહી. નમાઝ પઢવુ ઈસ્લામનુ અભિન્ન અંગ છે.
ધવને દલીલ કરી હીત કે ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં કહ્યું હતુ કે મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. આ નિર્ણય પર ફરી વિચારણા કરવાની જરુર છે.
જોકે હવે સુપ્રીમ કોર્ટે તેના પર પુન વિચારણા કરવા માટે હાયર બેન્ચને કેસ સોંપવાની ના પાડી દીધી છે.
નમાઝનો મામલો હાયર બેન્ચને નહી સોંપાય, ૨૯ ઓક્ટોબરથી રામમંદિર કેસની સુનાવણી થશે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



