તહેરાન,તા.૯
અમેરિકાએ ઇરાનના સૈનિક સંગઠન ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાડ્ર્સ કોર(IRGC)ને આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. તેના જવાબમાં ઇરાને પણ અમેરિકન સેનાને મધ્ય પૂર્વના આતંકી ગણાવ્યા હતા. વાત એવી છે કે, ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ અમેરિકા અને ઇરાનની વચ્ચે ગરમાગરમી વધી ગઇ છે. અમેરિકા છેલ્લા ઘણા સમયથી ઇરાન પર પરમાણુ કાર્યક્રમનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવતું રહ્યું છે.
અમેરિકાના આ પગલા પર ઇરાનના વિદેશમંત્રી જાવેદ જરીફે રાષ્ટ્રપતિ હસન રુહાનીને પત્ર લખીને તુરંત પ્રતિક્રિયા આપવાની માગ કરી હતી. ત્યાર બાદ જ ઇરાની નેશનલ સિકિયોરિટી કાઉન્સિલે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડને આતંકી સંગઠન જાહેર કરી દીધું હતું. ઇરાને ચેતવણી પણ આપી દીધી હતી કે, જા અમેરિકા ઇરાનની સેના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરશે, તો તેને પણ જવાબી કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, ઇરાનમાં સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે. રેવોલ્યુશનરી ગાર્ડ આતંકવાદ માટે પૈસા પૂરા પાડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




