શિમલા,તા.૨૪
મનાલીથી લઈને કુલ્લૂ, ચમ્બાથી લઈને સિમલા સુધી વરસાદ મુશળધાર વરસાદ પડયો. સૌથી વધું વરસાદી તાંડવ કુલ્લૂ મનાલીમાં જાવા મળ્યું. વરસાદી આફત વચ્ચે વ્યાસ નદી ગર્જી રહી છે અને જે પણ તેની સામે આવી રહ્યું છે તેને તે કાગળની હોળીને જેમ પોતાની સાથે વહાવતી ગઈ.માનવ વસાહતો પણ તેમાં સમાઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ હવે ખતરો ભૂસ્ખલનનો છે. વરસાદ પંજાબ અને મધ્ય પ્રદેશમાં પણ પોતાનો કહેર વર્ષાવી રહ્યો છે. પંજાબના અમૃતસરમાં વરસાદના કારણે ૧૫ ફૂટનો એક મોટો ખાડો પણ પડી ગયો છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં બે લોકોના જીવ લહેરોમાં ફસાઈ ગયા હતા.
આપને જણાવી દઇએ કે, હિમાચલમાં પહાડો પર થઈ રહેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે. જેના કારણે કુલ્લુ,મનાલી,ચંબા અને કાંગડા જિલ્લામાં નદીઓ ગાંડી બનીને વહી રહી છે. હિમાચલના કુલ્લુમાં હિમવર્ષા થઈ છે. તો સાથે જ વરસાદે પણ અહીં ભારે નુકસાન પહોંચાડ્યું છે તો નદીઓ ગાંડીતૂર થઈને વહી રહી છે.
જેના કારણે નદી કિનારાના લોકો ભયમાં મુકાયા છે. તો કેટલાક વિસ્તારોમાં મકાનો પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. કુલ્લુ અને મનાલીમાં વરસાદના કારણે હાઈ-વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. તો કેટલાક ટ્રકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભારે વરસાદના કારણે લોકોને ખાવા પીવાની ચીજવસ્તુઓની પણ અછત સર્જાઈ છે. તો રાજ્યમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ પર છે.
રાજ્યના ૯ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કાંગડા, મંડી, ચંબા, હમીરપુર સહિતના જિલ્લા સામેલ છે. તો ચંબામાં રાવી નદી ખતરાની સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે નદી કિનારાના આસપાસના ગામડાઓને ખાલી કરાવવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



