લો બોલો જાહેર માર્ગ પર બાઈક મૂકી અને ચોર ઉપાડી  જતા પોલીસ ફરિયાદ….!?

0
194

રાજપીપલા સિવિલ પાસે મુકેલી બાઈક ની ચોરીમાં બાઈક મલિક નીજ ભૂલ,ચાવી બાઈકમાંજ રહેવા દઈ સારવાર માટે અંદર ગયા અને બાઈક લઈ ચોર પલાયન

રાજપીપલા:નાંદોદ તાલુકાના વીરપોર ગામના ધનેશ્વર ભક્તિભાઈ વસાવા એ ગત તારીખ ૧ લી એપ્રિલે પોતાની બાઈક ન.જી.જે.૨૨.જે ૯૩૨૫ પોતાને અચાનક ઘભરામન થતા રાજપીપલા સિવિલ ની બહાર પાર્ક કરી તાત્કાલિક સારવાર લેવાની ઉતાવળ માં બાઈકમાંજ ચાવી મૂકી હોસ્પિટલ માં ગયા અને સારવાર લેતા થોડો સમય લાગતા  બહાર આવી જોયું તો તેમની બાઈક ત્યાં ન હતી જેથી તેમને શોધખોળ કરી પરંતુ ક્યાંયે પત્તો ન લગતા આખરે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ આપી હતી

જોકે આ ઘટના થી સ્પષ્ટ ખબર પડે છે કે બાઈક માલિકની ભૂલ નું પરિણામ તેને મળ્યું જો એ ચાવી અંદર ન રાખતા તો કદાચ તેમની બાઈક ચોર લઈ જતા પેહલા આ ભરચક વિસ્તાર માં હિમ્મત ન કરત પરંતુ તૈયાર તગારી એ ભોજન મળી ગયું એમ ચોર ને લોક તોડવાની કે ડુપ્લીકેટ ચાવી ની જરૂર ન પડી .પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મોં.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY