અમે રાહુલને ભેટીએ તો અમારી પત્નીઓ છૂટાછેડા આપી દે : નીશિકાંત દુબે

0
16

‘મને જોઈ ભાજપના સાંસદો બે ડગલાં પાછા ભાગે છે’ના રાહુલના નિવેદન અંગે ભાજપના સાંસદની સ્પષ્ટતા
ન્યુ દિલ્હી,તા.૨૭
રાહુલ ગાંધીના નિવેદનનો પ્રતિભાવ આપતા ઉત્તર પ્રદેશના ધારાસભ્ય નીશિકાંત દુબે એ કહ્યું હતું કે તેમના પક્ષના ધારાસભ્યો રાહુલ ગાંધીને ભેટતા ડરે છે કેમ કે તેમને ડર છે કે જા તેઓ રાહુલ ગાંધીને ભેટશે તો તેમની પત્નીઓ તેમને છુટાછેડા આપી દેશે !
પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાનને ભેટયા, ત્યારથી ભાજપના સાંસદો, હું તેમને ભેટી ન પડું તે ડરથી બે ડગલાં પાછા હટી જાય છે.
તેમણે કહ્યું હતું કે તેમના પક્ષના સદસ્યોને કલમ ૩૭૭નો પણ ડર લાગે છે. જો તેઓ પરણી જાય તો અમે તેમને ભેટીશું. દુબેને જ્યારે રાહુલના નિવેદનનો પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે તેમણે પત્રકારોને આ જવાબ આપ્યો હતો.
અવિશ્વાસની દરખાસ્તની ચર્ચામાં રાહુલ પોતાનું નિવેદન આપ્યા બાદ પોતાના સ્થાનેથી વડાપ્રધાન પાસે જઇને તેમને ભેટી પડયા હતા.
વિપક્ષની ટીકાઓ વચ્ચે તેમણે કહ્યું હતું કે તમારી પૂર્ણ ઇચ્છા શક્તિથી તમે (રાજકીય) જંગ લડી શકો, પણ નફરત એ તો પસંદગીનો વિષય છે. તમારે નફરતની કેદમાં ન સપડાવું જાઈએ. આપણે વડાપ્રધાન, ભાજપની ટીકા કરીએ પણ તેમને નફરત ન કરી શકાય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY