મુંબઈ,તા.૬
દીપિકા પાદુકોણે શુક્રવારે કહ્યું કે ઈંમીટુ કેમ્પેઇન ફક્ત કોઇ એક જેન્ડરને ખોટું સાબિત કરવા માટે નથી, આ જૂઠ સામે સત્યની જીત માટેની લડાઈ છે. તાજેતરમાં જ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સુઅલ હરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બોલીવુડ અભિનેત્રીઓ ઈંમીટુમાં સામેલ થઈ છે. કેટલાક લોકોએ આ મામલે તનુશ્રીને સપોર્ટ કર્યો તો કેટલાકે આ અભિયાનને પુરૂષ વિરોધી ગણાવ્યું હતુ.
તનુશ્રી વિશે દીપિકાએ કહ્યું કે, “મારા માટે ઈંમીટુ આંદોલન કોઇ જેન્ડર વિશે નથી. આ જૂઠ પર સત્યની જીતની લડાઈ છે.’ તેણે કહ્યું કે, “મને લાગે છે કે આપણે એ વ્યક્તિનું સમર્થન કરવું જાઇએ. આ કોઇ મહિલા વિરુદ્ધ પુરૂષ વિશે નથી. મને લાગે છે ઈંમીટુ ફક્ત ફીમેલ જેન્ડર માટે ના હોવું જાઇએ.”
તો રણવીર સિંહે કહ્યું કે, “મને તનુશ્રી દત્તા અને નાના પાટેકર મામલે વધારે જાણકારી નથી, પરંતુ જા આવું થયું છે તો કોઇપણ માટે આ મામલે સૌની સામે બોલવું હિમ્મતની વાત છે. આ માટે તમારે સમજવુ જાઇએ કે જા કોઇ વ્યક્તિ કશુંક કહી રહી છે કે આવું થયું છે, તો એ ખરેખર ખોટું છે અને હું તેની નિંદા કરૂ છું.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





