મુંબઈ,તા.૬
બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર અને બોલીવુડની કેટલીક જાણીતી હસ્તિઓ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યા બાદ સિનેમા જગતમાં ખળભળાટ મચી ગયો છે. તો હવે એક વધુ અભિનેત્રીએ પોતાની સાથે થયેલી જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે. વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘ખામોશિયા’માં જાવા મળેલી અભિનેત્રી સપના પબ્બીએ પોતાની સાથે થયેલા આ કડવા અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
સપના પબ્બીએ લખ્યું કે, ‘આ મારી અવાજ છે અને મારો ઓપિનિયન છે એ વસ્તુ પર જેને મે ઘણી મજબૂતી સાથે અનુભવ્યું છે. મને એવું લાગે છે કે કેટલુક એવું છે જે અહીં છૂટી રહ્યું છે. ચલો, હવે આપણે એકબીજાને એકલા નહી છોડીએ. જ્યારે પણ કોઈ મહિલા સાથે કશુંક ખોટુ થાય છે, ત્યારે આપણે તેમના માટે અવાજ ઉઠાવવી જાઇએ.
બીજી પોસ્ટમાં તેણે પોતાનો અનુભવ શેર કરતા લખ્યું કે, ‘મારી સાથે પણ એક એવી ઘટના બની હતી જેનો ઉલ્લેખ કરવા માટે મારે ઘણી હિમ્મત ભેગી કરવી પડી છે. મારા મેલ પ્રોડ્યુસરે કહ્યું કે મારી સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે અને હું રિવીલિંગ બ્રા પહેરવામાં નખરા કરી રહી છું.’
સપના પબ્બીએ ‘ઘર આજા પરદેશી’ સીરીયલમાં પણ કામ કર્યું છે. આ વર્ષે તેની ફિલ્મ ‘ડ્રાઇવ’ પણ આવવાની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






