વર્ષ: ૨૦૧૮ના ચાલુ વર્ષ દરમિયાન મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપથીમાં પ્રવેશ માટે ૦૪/૦૫/૨૦૧૮ના સુધારા પ્રવેશ નિયમો અંતર્ગત જે વિદ્યાર્થી ગુજરાત રાજયનો ડોમીસાઇલ હોય તેને પ્રવેશ આપવા સંદર્ભે પ્રવેશ સમિતિ ખાતે અરજી કરેલ વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણીની કામગીરી માટે ડોમીસાઇલ સર્ટિફિકેટ ચકાસણી સમિતિની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત તાપી જિલ્લામાં વ્યારા પ્રાંતકક્ષાએ અને નિઝર પ્રાંતકક્ષાએ એમ ૨ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બંને સમિતિઓ દ્વારા ત્રણ તબકકામાં ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી.
ઉપસચિવ, ગૃહવિભાગના હુકમ ક્રમાંક: એમઆઇએસ/૬૫/૨૦૧૮/એફ-ii(પાર્ટ ફાઇલ-૨) તા. ૧૦/૦૯/૨૦૧૮થી આ તમામ ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણી એસ.સી.એ.નં.૧૦૧૬૪/૨૦૧૮માં નામદાર હાઇકોર્ટના તા. ૩૧/૦૮/૨૦૧૮ ચુકાદા અન્વયે મેડીકલ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં વર્ષ:૨૦૧૮માં થયેલ એડમિશન પ્રક્રિયા બાદ એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓના સતત ૧૦ વર્ષના વસવાટ અને અભ્યાસક્રમ બાબતે ફોર્મે નં.૩૭ મુજબ ડોમીસાઇલ સર્ટિફિકેટ અપાયેલ છે કે કેમ તેની ચકાસણી ગૃહ વિભાગના તા. ૦૬/૦૭/૨૦૧૮ના ઠરાવ મુજબ ડોમીસાઇલ સર્ટિફિકેટ વેરીફિકેશન સમિતિઓએ કાર્યવાહી કરેલ છે કે કેમ તેની પન:ચકાસણી કરાવવા નામદાર ગુજરાત હાઇકોર્ટે કરેલા હુકમ મુજબ રાજયના ૩૩ જિલ્લામાં રેસીડેન્ટ એડીશનલ કલેકટરના અધ્યક્ષપદ હેઠળ સંબંધિત જિલ્લાઓમાં અગાઉની ડોમીસાઇલ સર્ટિફિકેટ વેરીફિકેશન સમિતિમાં ફરજ બજાવેલ હોય તે સિવાયના જિલ્લા કલેકટર દ્વારા નિયુકત બે અધિકારીઓ સહિત ત્રણ સભ્યની પુન:ચકાસણી સમિતિની રચના કરવા જણાવ્યું છે. જે અન્વયે ડોમીસાઇલ સર્ટિફિકેટ પુન:ચકાસણીની કામગીરી માટે તાપી જિલ્લામાં રેસીડેન્ટ એડીશનલ કલેકટર, તાપી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી અને મામલતદાર ચૂંટણી, કલેકટર કચેરી, તાપીની નિમણુંક કરવામાં આવી છે. તાપી જિલ્લામાં ડોમીસાઇલ સર્ટિફિકેટની પુન:ચકાસણી તા. ૧૭/૦૯/૨૦૧૮ સુધીમાં કચેરી સમય દરમિયાન કલેકટર કચેરી, બ્લોક નં.૨, જિલ્લા સેવાસદન, પાનવાડી-વ્યારા જિ. તાપી ખાતે યોજાનાર છે. જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા કલેકટર એન.કે.ડામોર તરફથી જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





