ભાડભૂત ગામે ગેરકાયદેસર રીતે બંધાતા મદ્રેસા સામે હિન્દુ સંગઠનો લાલઘુમ

0
362

ભરૂચ:

ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતે ગેરકાયદેસર રીતે બનતા મદ્રેસા સામે ભાડભૂત સહિત ભરૂચ તાલુકાના વિવિધ ગામોના હિન્દુ સમાજે આરએસએસ, વિહીપ, હિન્દુ ધર્મ જાગરન મંચ સહિતના વિવિધ સંગઠનો સાથે ભરૂચમાં રેલી કાઢી પ્રચંડ વિરોધ નોંધાવી ભાડભૂત ગામનું મુસ્લમી કરણ થતું અટકાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરે આવેદન આપ્યુ હતું. ભાડભૂત ગામમાં મુસ્લિમ સમાજની જમીનમાં કોઇપણ પ્રકારની મંજુરી લીધા વિના મદ્રેસા ઉભુ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો હિન્દુ સમાજમાં પડ્યા છે. મદ્રેસામાંથી જેહાદી પ્રવૃત્તિઓ થવાની આસંકા સાથે હિન્દુ સમાજે આ પ્રવૃત્તિ સામે વિરોધ ઉઠાવ્યો છે. ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના આગેવાનોમાં મેહુલભાઇ વાળંદ, દરિહરભાઇ ભટ્ટ અને નિરવભાઇ પટેલ ભાજપાના આગેવાનોમાં જિલ્લા પ્રમુખ યોગેશભાઇ પટેલ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઇ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ ધર્મેશભાઇ મિસ્ત્રી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ કંસારા, વિહીપના આગેવાનોમાં બિપીનભાઇ પટેલ, અજયભાઇ વ્યાસ તથા ધર્મ જાગરણ મંચના પ્રમુખ કૃનાલ ચાવડા અને ભાડભૂત ગામના આગેવાન પ્રવિણ ટંડેલ સહિત ભરૂચ જિલ્લા ૪૦ થી ૪૫ ગામના મહિલાઓ સહિતના હિન્દુઓએ હોસ્ટેસ ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ રેલી કાઢી હતી. પ્રચંડ નાળાઓ સાથે આ રેલી શક્તિનાથ થઇ જિલ્લા કલેક્ટર ખાતે પહોચી હતી, જ્યા લોકોએ મદ્રેસાની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે નાળા લગાવ્યા હતા.
વિવિધ ગામના સરપંચ સહિત આગેવોનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ભાડભૂતમાં ગેરકાયદેસર બંધાઇ રહેલા મદ્રેસાની કામગીરી તથા ભાડભૂત ના થઇ રહેલા મુસ્લમી કરણને અટકાવવા માટેની માંગ ઉઠાવી હતી.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY