આજે પણ સતત અનિશ્ચિતતા અનુભવી રહી છું : તાપસી પન્નુ

0
6

મુંબઈ,તા.૨૧
મોખરાની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી તાપસીપન્નુ  એ કહ્યું હતું કે મારી બે ત્રણ ફિલ્મો હિટ નીવડી છે છતાં હું આજેય અનિશ્ચિતતા અનુભવી રહી છું.
‘બે ત્રણ ફિલ્મો હિટ જાય એટલે તમે કાયમ હિટ રહેવાના છો એવા ભ્રમમાં રહીને બેસી રહેવાય નહીં. આટલી હિટથી સંતોષ માનીને રહેવાય નહીં. આ ઉદ્યોગ સતત અનિશ્ચિતતાથી ભરેલો છે. કલાકારે સતત સાવધ રહેવું પડે’ એમ તાપસી પન્ન્šએ કહ્યું હતું.
નવી દિલ્હીના નિર્ભયા કાંડની ઘટના પર આધારિત ફિલ્મ પિંકમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચમકીયાપછી અને નીરજ પાંડેની બેબીની સિક્વલ નામ શબાના કર્યા બાદ તાપસી એ લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ ગઇ હતી.
તાજેતરમાં એની એક કરતાં વધુ ફિલ્મો હિટ નીવડી હતી જેમાં રિશિ કપૂર સાથેની મુલ્ક, દિલજિત દોસાંઝ સાથેની સૂરમા અને અભિષેક બચ્ચન સાથેની મનમર્ઝિયાં હિટ નીવડી હતી. પરંતુ તાપસીને એનાથી સંતોષ નહોતો.
જા કે એણે એવી સ્પષ્ટતા કરી હતી કે મને આર્થિક બાબતોની જરાય ચિંતા નથી. ઇશ્વરકૃપાથી મારી આર્થિક સ્થિતિ ખૂબ સારી છે. પરંતુ કારકિર્દીની બાબતમાં હું હજુય અનિશ્ચિતતા અનુભવી રહી છું. તાપસીએ હિન્દી ઉપરાંત સાઉથની પણ કેટલીક હિટ ફિલ્મો કરી હતી.
૦૦૦૦૦

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY