શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠકમાં વિવિધ પાસા પર વિસ્તૃત ચર્ચા

0
20

શ્રીનગર, તા.૨૨
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોરાએ આજે શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી જેમાં તમામ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપÂસ્થત રહ્યા હતા. બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઉભી થયેલી પરિÂસ્થતિ ઉપર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં અમલી કરવામાં આવેલા રાજ્યપાલ શાસન બાદની સુરક્ષા પરિÂસ્થતિ ઉપર ચર્ચા થઇ હતી. સર્વપક્ષીય મિટિંગમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જમ્મુ કાશ્મીર કોંગ્રેસના વડા જીએ મીર, ભાજપના સત શર્મા ઉપÂસ્થત રહ્યા હતા. આ મિટિંગ રાજ્યપાલ વોરાના આવાસ ઉપર યોજવામાં આવી હતી. બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે Âસ્થતિ વણસી ચુકી છે. છ વર્ષની વિધાનસભાની અવધિ માર્ચ ૨૦૨૧માં પૂર્ણ થનાર હતી પરંતુ બુધવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યુ ંહતું. આના એક દિવસ પહેલા જ ભાજપ અને પીડીપી ગઠબંધન સરકારનું પતન થયું હતું. વ્યાપક રાષ્ટ્રીય હિતોના કારણ આપીને ક્ષેત્રિય પાર્ટી સાથે ભાજપે છેડો ફાડી લીધો હતો. ખરાબ થઇ રહેલી સુરક્ષા પરિÂસ્થતિનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ શાસન અમલી કરવામાં આવ્યા બાદ સુરક્ષા પાસા ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વોરાની અવધિ પણ ૨૫મી જૂનના દિવસે પુરી થઇ રહી છે પરંતુ વધુ આદેશ સુધી તેઓ હોદ્દા પર જારી રહી શકે છે. રાજ્યની Âસ્થતિથી વધારે વાકેફ રહેલા ઘણા પૂર્વ પ્રધાનો પણ ફરી સક્રિય થઇ ગયા છે. ૧૯૫૯ની બેચના પંજાબ કેડર આઈએએસ ઓફિસર કેન્દ્ર સરકારની ફરી એકવાર પસંદગી બની છે. તેમને જમ્મુ કાશ્મીરની જવાબદારી માટે મોકલવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આગામી દિવસોમાં Âસ્થતિ વધુ પડકારરુપ બની શકે છે કારણ કે, અમરનાથ યાત્રા શરૂ થઇ
(અનુસંધાન નીચેના પાને)શ્રીનગરમાં…
(આગળના પાનાનું ચાલુ)
રહી છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીરીયત, ઇન્સાનિયત અને જમુરિયતની વાત કરી હતી.
હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં Âસ્થતિ વણસી ગઈ હતી અને પથ્થરમારાના બનાવો તથા આતંકવાદી ઘટનાઓ વધી હતી ઉપરાંત સરહદ પર ફરીથી ગોળીબારના બનાવ પણ વધી ગયા હતા. ૨૦૦૮, ૨૦૧૪ અને ૨૦૧૬ તેમજ ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન આવ્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY