બિહારના ઉપમુખ્યમંત્રી પર લાલુ પુત્રનો વાર
પટણા,તા.૨૯
બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે પરાક્રમ દિવસના નામે ઉપમુખ્ય પ્રધાન સુશીલ મોદી પર નિશાન તાક્યુ છે. તેજસ્વી યાદવે ઉપ મુખ્ય મંત્રી સુશિલ મોદીને tweet કરીને કહ્યું કે, જુઠ્ઠું બોલતી વખતે તમને ભગવાનનો ડર નથી લાગતો.
શુક્રવારે સુશીલ મોદીએ ટ્વીટ કરીને કોંગ્રેસ અને આરજેડી પર સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુશિલ મોદીએ પરાક્રમની જગ્યાએ પરક્રમ લખતા તેજસ્વી યાદવે સુશિલ મોદીને ઘેર્યા છે. તેજસ્વી યાદવે ટ્વીટ કરીને જણાવ્યુ કે, પરાક્રમને પરક્રમ લખનારા લોકો જુઠ્ઠું બોલવાના ઉત્પાદક અને અફવાના જથ્થાબંધના વેપારી છે.
તાજેતરમાં સુશિલ કુમારે બિહારમાં અસામાજિક તત્વોને પિતૃપક્ષનો માસ ચાલતો હોવાથી ગુનાહિત પ્રવૃતિ ન કરવા અપીલ કરી હતી. જેથી સુશિલ કુમાર વિરોધીઓના નિશાને આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



