અંજાર: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાનાર છે. તે પૂર્વે શહેર કોંગ્રેસ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર કોંગ્રેસ કાર્યાલયથી જનજાગૃતિ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી હતી અને કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી હતી.

અંજાર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જનજાગૃતિ રેલીમાં જોડાયા હતા. હાથમાં બેનર ધારણ કરી યુવાન ભાઈઓ તથા બહેનો આ રેલીનો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ રેલીની આગેવાની જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રાસિંહ જાડેજા, હાજી જુમા રાયમા, અરજણભાઈ ભુડિયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં આગેવાની હાજર રહ્યા હતા. બારે સૂત્રોચાર સાથે આ રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપન વિધિ કરવામાં આવી હતી. ખાસ કરીને મુખ્ય મુદ્દાઓમાં ખેડૂતોના દેવા માફ કરો નર્મદાના નીર આપો અને પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડો વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગૌતમ બુચીયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




