રિલીઝ પહેલા જ ‘સંજુ’નું ૧૦૦ કરોડનું કલેક્શન..!!

0
34

મુંબઈ,તા.૨૮
રણબીર કપૂરની ફિલ્મ સંજુ આ શુક્રવારે દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાવાઈ રહી છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે ઉભરી શકે છે. ફિલ્મ રિલીઝ પહેલા જ રણબીર કપૂરના વખાણ થઇ રહ્યા છે. એટલા માટે આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. આ ફિલ્મ પાસે ૩૦૦ કરોડ રૂપિયાના કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૮૦ કરોડ રૂપિયાના બજેટ પર તૈયાર થયી છે. જયારે ૨૦ કરોડ રૂપિયા ફિલ્મ પ્રોમોશન પર ખર્ચ કરવામાં આવ્યા છે. એટલા માટે ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ થવા માટે ઓછામાં ઓછું ૧૫૦ કરોડની કમાણી કરવી પડશે. જે હાલમાં આ ફિલ્મ માટે મુશ્કિલ નથી દેખાઈ રહ્યુ
જા કમાણી વિશે વાત કરવામાં આવે તો ફિલ્મના રાઈટ્‌સ પહેલાથી જ ભારે કિંમત પર વેચાઈ ચુક્યા છે. ફિલ્મે રિલીઝ પહેલા જ ૧૦૦ કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મનું બજેટ નીકળી ચૂક્્યું છે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૫ કરોડ સુધીની જારદાર ઓપનિંગ કરશે.
રાજકુમાર હિરાની પોતાની દરેક ફિલ્મમાં જાન લગાવી દે છે, પછી તે મુન્ના ભાઈ હોય, ૩ ઇડિયટ હોય કે પછી પીકે હોય. દરેક ફિલ્મોમાં શાનદાર કહાની સાથે એક સંદેશ પણ હોય છે. એટલા માટે આ ફિલ્મ પાસે પણ ઘણી આશા રાખવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY