ઠાસરાના ચેતરસુંબા તળાવમાં ત્રણ બાળકોના ડૂબવાથી મોત, એકનો બચાવ

0
10

ઠાસરા,તા.૨૧
ઠાસરાના ચેતરસુંબા તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકોના મોત થયા હતા, જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. ચારેય બાળકો તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જેમાંથી ત્રણ બાળકો પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ચારેય બાળકો લગ્નના મામેરામાં આવ્યા હતા. આ ચારેય બાળકો ચેતરસુંબા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જેમાંથી ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા, અને એકનો બચાવ થયો હતો. બચી ગયેલા બાળકે લગ્ન સ્થળે આવીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ ત્રણેય બાળકોને તળાવમાંથી બહાર કાઢીવને ૧૦૮ મારફતે ડાકોરની રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY