મંદિરના પૂજારીને છરી બતાવી માર મારી સોના-ચાંદીનો મુગટ લૂંટી લૂંટારુ ફરાર

0
104

ગોંડલ,તા.૧૦
ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમાં વાડીમાં આવેલા મંદિરના પૂજારીને છરી બતાવી માર મારી ખાટલા સાથે બાંધી ચાર શખ્સોએ મંદિરમાંથી સોના-ચાંદીનો મુગટ અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૫૫૦૦ની લૂંટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારા ૨૫થી ૩૦ સુધીની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. આ અંગેની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેતા ખંભાળિયામાં જાદવ મંગાભાઈ પરમાર ઉંમર વર્ષ ૮૦ જાતે કોળી પટેલ ગોધાણી દાદાની વાડીએ રહીને મંદિરમાં સેવા પૂજા કરે છે. વહેલી સવારે જાહેર થયેલા બનાવમાં ચાર શખ્સો રાત્રીના સમયે મંદિર ખાતે ધસી આવ્યા હતા અને સેવા-પૂજા સ્થળના નકુચા તોડી અંદર ઘૂસીને પૂજારીને છરી બતાવી માર મારી ખાટલા સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ મંદિરમાંથી સોનાનો એક મુગટ, ચાંદીનો એક મુગટ, એક સોનાનો હાર, મંદિરની ૧૬૦૦૦ની રોકડ તથા ખીસ્સામાં રાખેલ ૪૫૦૦ રોકડની લૂંટ ચલાવી ચારેય શખ્સો નાસી છૂટયા હતા. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY