મુંબઈ,તા.૨૭
લાંબો સમય રાહ જાવડાવ્યા બાદ યશરાજ ફિલ્મ્સે ૨૦૧૮ની સૌથી ચર્ચિત ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દોસ્તાનનું ટ્રેલર યશ ચોપરાના જન્મદિવસે રિલિઝ કર્યુ છે. પહેલીવાર અમિતાભ બચ્ચન, આમિર ખાન સાથે કોઇ ફિલ્મમાં જાવા મળશે. બંને સ્ટાર્સ ટ્રેલર લાન્ચ ઇવેન્ટમાં પહોંચ્યાં. કેટરિના કૈફ, ફાતિમા પણ ઇવેન્ટમાં હાજર રહી હતી.
ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ વડાલા, મંબઇના આઇમેક્સમાં આયોજિત કરવામાં આવ્યું છે. આમિર ખાને પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ લુકમાં આમિર ખૂબ જ મજેદાર લાગી રહ્યો છે.
આમિરે પોતાનો લુક શેર કરતાં લખ્યું કે ‘ઔર ઇ હૈ હમ, ફિરંગી મલ્લાહ. હમ સે જ્યાદા નેક ઇન્સાન ઇસ ધરતી પે કહી નહી મિલેગા આપકો. સચ્ચાઇ તો હમરા દૂસરા નામ હૈ, ઔર ભરોસા હમરા કામ. દાદી કસમ!!!’
આ મોશન પોસ્ટરમાં તમે જાઇ શકો છો કે આમિર ગધેડા પર સવાર થઇને ફિરંગી અંદાજમાં જાવા મળી રહ્યો છે. આમિર ખાનનો લુક જાઇને ચાહકોની ફિલ્મ જાવાની આતુરતા વધતી જાય છે. આમિર ખાનનો આ લુક જાઇને અંદાજ લગાવી શકાય કે ફિલ્મમાં આમિર જબરદસ્ત ભુમિકામાં જાવા મળશે.
ઉલ્લેખનીય છે કે ‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન’ ૭ નવેમ્બરે રિલિઝ થવાની હતી પરંતુ હવે કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ ૮ નવેમ્બરે રિલિઝ થશે. અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ, જાન ક્લાઈવ અને હવે કેટરિના કૈફનું પોસ્ટર પણ રિવિલ કરવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





