અરબાઝ ખાન ‘બિગ બ્રધર’થી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે

0
5

તિરૂવનંથપુરમ,તા.૧૮
અરબાઝ ખાન હાલ અલગ-અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યો છે. એક્ટર, પ્રોડ્યૂસર તરીકે કામ કર્યા બાદ તેણે ડિજિટલ સિરીઝ માટે પણ શૂટિંગ કર્યું અને હાલ તેનો યુ ટ્યુબ પર એક ચેટ શો પણ આવે છે. હવે અરબાઝ ખાન લેજન્ડ મલયાલમ એક્ટર મોહનલાલ સાથે ફિલ્મ ‘બિગ બ્રધર’માં કામ કરશે. આ ફિલ્મથી અરબાઝ ખાન મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે.
અરબાઝ ખાને ટિવટર પર ફોટો શેર કરતાં લખ્યું કે, ‘અત્યંત ઉત્સાહિત છું લેજન્ડ મોહનલાલ સર અને ડિરેક્ટર સિદ્દીકી સર સાથે કામ કરવા માટે. ‘બિગ બ્રધર‘ નામથી ફિલ્મથી હું મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છું. જુલાઈમાં ફિલ્મનું શૂટિંગ કરવા માટે રાહ જોઈ રહ્યો છું.’
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે શુક્રવારે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘મને સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને મારી અપકમિંગ મૂવી બિગ બ્રધરમાં આવકારતા આનંદ થાય છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY